અમારી પરંપરા અને વારસો

વૈષ્ણવ સંસ્કાર, સેવા ભાવના અને સદીઓ પુરાણી ભક્તિ પરંપરાનું ગૌરવ

વૈષ્ણવ વાણીયા સમાજ

વૈષ્ણવ વાણીયા સમાજ

વૈષ્ણવ વાણીયા સમાજ વૈષ્ણવ ધાર્મિક પરંપરાથી પ્રેરિત, સેવા, સદાચાર અને સંસ્કારોથી સમૃદ્ધ સમુદાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગના અનુયાયી તરીકે અમે શ્રીનાથજીની અનન્ય કૃપાના ઉપલબ્ધ છીએ.

શતાબ્દીઓથી આ સમુદાયે વેપાર, દાન, ભક્તિ અને શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આપણા પૂર્વજોએ શ્રદ્ધા અને પરિશ્રમથી જે મૂલ્યો અને પરંપરા સંભાળી છે, તેને આગળની પેઢીઓને પહોંચાડવી એ આપણું કર્તવ્ય છે.

પરંપરાના મૂળભૂત સ્તંભો

૧. સેવા ભાવ

શ્રીઠાકોરજીની નિઃસ્વાર્થ તન, મન અને ધનથી નિત્ય પ્રેમપૂર્વક સેવા.

૨. સદાચાર

સત્ય, અહિંસા, નમ્રતા અને પ્રામાણિકતા સાથેનું જીવન વ્યવહાર.

૩. સત્સંગ

વૈષ્ણવો વચ્ચે ભગવદ્ ચર્ચા, કીર્તન અને સદ્વિચારોનું આદાન-પ્રદાન.

|| સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ ||

સમસ્ત સંસારનું કલ્યાણ થાઓ અને દરેક જીવ સુખી બને.